ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. જેમાં જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. તેમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. જેને પગલે ઠેરઠેર

પાણી ભરાયા છે. તેમજ સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

તેવામાં ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદથી પાણી પાણી ના દ્રશ્યો સમયે આવ્યા છે. તેમાં 50 વિવિધ જગ્યાના દશ્યો આ વીડિયોમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં વલસાડ, વાપી,

પારડી, ઉમરગામમાં વધુ વરસાદ પડ્યો છે. જેમાં વલસાડ તાલુકામાં 2 ઇંચ વરસાદ તો પારડી તાલુકામાં પણ 2 ઇંચ વરસાદ પડ્યો છે. તો ધરમપુર અને ઉમરગામમાં એક એક ઇંચ

વરસાદ પડ્યો છે. જેને પગલે ભિલાડના અંડર પાસ તેમજ પારડી હાઇવે પર અને જિલ્લામાં અનેક જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. તેમજ વલસાડ રેલવે અંડર પાસમાં કમર

સમાં પાણી ભરાતા પોલીસે બેરેક મૂકી અંડર પાસમાં વાહન વ્યવહાર બંધ કર્યો છે. તથા વલસાડની કેટલીક સોસાયટી અને રસ્તાઓ પર પાણી ભરાયા છે.