ભારે વરસાદથી દેવઘાટનો ધોધ સોળે કળાએ જીવંત થતાં મનમોહક દ્રશ્યો સર્જાયાં હતા. વરસાદને કારણે જંગલોનું સીધુ પાણી દેવઘાટ ધોધમાં આવે છે. જેથી ધોધની આસપાસના વિસ્તારોમાં પણ આહ્લાદક દ્રશ્યો છવાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા સુરત જિલ્લાના દેવઘાટને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ખાસ ચોમાસામાં દેવઘાટ ધોધના આહલાદક દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટે છે.