અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં શાયોના સિટી, ઘાટલોડિયા, ચાંદલોડિયા, અખબાર નગર, ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં વરસાદમાં પાણી ભરાયા છે.

તેમજ બોડકદેવ, વસ્ત્રાપુર, શિવરંજની, ઇસ્કોન, SG હાઈવે, પ્રહલાદનગર, જીવરાજપાર્કમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે.

રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા

ઉલ્લેખનીય છે કે ચાંદખેડા અને ગોતામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતા રસ્તા પર પાણી ભરાતા તંત્રની કામગીરીની પોલ ખુલી ગઇ છે. તથા ઈન્ડિયા કોલોની, ઠક્કરનગર,

કાલુપુર, બાપુનગર, રાણીપ, ન્યુ રાણીપ, સરસપુર, બાપુનગર, નિકોલ, નુતનમીલ ચારરસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી થઇ રહી છે. અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે

વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે માત્ર 20 મિનિટમાં વાડજ, ઉસ્માનપુરા, આશ્રમ રોડ પર એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.

BRTS રોડ પર પાણી ભરાતા બસ બંધ થઇ

જ્યારે ઓઢવ અને વિરાટનગર વિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ કલાકમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ,

સાબરકાંઠા, મહીસાગર, ખેડા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, વલસાડ, નવસારી, દમણ, નર્મદા સુરત, તાપી સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.