છોટા ઉદેપુરના બોડેલીમાં ઈકો કાર તણાઈ ગઇ હતી. તેમાં નાની બુમડીમાં ઈકો કાર કોતરમાં ખાબકી હતી. તેમજ કારમાં સવાર પેસેન્જરનું દોરડાથી લાઈવ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ. તથા
સ્થાનિકોએ કારસવારનું રેસ્ક્યુ કર્યું છે. તેમજ બોડેલીના નાની બુમડી ખાતે કોજ-વે પરથી ઇકો કાર કોતરમાં ખાબકતા ડૂબી રહેલા પેસેન્જરનું લાઈવ રેસક્યું કરાયું હતુ.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકો દ્વારા રાત્રીના સમયે કારમાં બેઠેલ પેસેન્જરનું દોરડા વડે લાઈવ રેસ્કયુનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ગઈકાલે બોડેલીના નાની બુમડીના કોજવે પરથી

ઇકો કાર કોતરના ધસમસતા પાણીમાં તણાઈ ગઈ હતી. તેમાં ઇકો કારમાં બેઠેલ પાંચ પેસેન્જર પણ તણાઈ ગયા હતા. જેઓને સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવાયા હતા. તેમજ મુસાફરો

મધ્ય પ્રદેશના મનાવરથી અમદાવાદ જતા હતા.