Surprise Me!

સોનિયા ગાંધીએ ગુજરાતની છબી બગાડવાનું ષડયંત્ર કર્યું: સંબિત પાત્રા

2022-07-16 1 Dailymotion

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને તિસ્તા સેતલવાડ પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ગુજરાત રમખાણો બાદ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ તિસ્તા સેતલવાડને 30 લાખ રૂપિયા આપ્યા હતા. સંબિતે કહ્યું કે વાઇન ઇન શૂઝ, રિસોર્ટ... આ તિસ્તા સેતલવાડની વાસ્તવિકતા છે. વાસ્તવમાં તિસ્તા સેતલવાડની જામીન અરજીમાં SITના એફિડેવિટમાં મોટો ખુલાસો થયો છે. આરોપ છે કે ગોધરાકાંડ બાદ તિસ્તાને 30 લાખ રૂપિયા અહેમદ પટેલના કહેવા પર મળ્યા હતા. આ મામલે સંબિત પાત્રાએ આજે પત્રકાર પરિષદ યોજીને તેમના પર આકરા પ્રહારો કર્યા હતા.

Buy Now on CodeCanyon