અરવલ્લીમાં આવેલ યાત્રાધામ શામળાજીમાં કુદરતી નજારો ખીલ્યો છે. તેમાં ચારે તરફના ડુંગરો ઉપર હરિયાળી છવાતા અદભુત નજારો જોવા મળ્યો છે. જેમાં ચારે તરફ લીલા ડુંગરોની <br /> <br />હરિયાળીને પગલે કાશ્મીર જેવો નજારો દેખાયો છે. લીલા છમ ડુંગરોની વચ્ચે કાળીયા ઠાકર બિરાજમાન છે. તેમજ સ્વ. કવિ ઉમાશઁકર જોશીએ શામળાજીને સાબરકાંઠાના કાશ્મીર તરીકે <br /> <br />ઉપમા આપી હતી. તેમાં સ્વ. કવિની પંક્તિઓને સાર્થક કરતો નજારો જોવા મળી રહ્યો છે.