જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખેડૂતોની માથે મોત જબુક્યું છે. જેમાં કાલાવડ તાલુકાના જસાપર ગામના ખેડૂતોના ખેતરોમાં જેટકો કંપનીની 220 કેવી લાઇનનો વીજપોલ

ધરાશયી થયો છે. છેલ્લા એક મહિનાથી આ વીજપોલ ધરાશયી થવા છતા એક પણ અધિકારી વીજપોલના રિપેરીંગ માટે આવ્યા નથી.

કંપનીની બેદરકારીને કારણે ખેડૂતો ખેતરમાં જઇ શકતા નથી

જેટકો કંપનીની બેદરકારીને કારણે ખેડૂતો પોતાના ખેતરમાં જઇ શકતા નથી. તથા વીજલાઇન ચાલુ હોવાને કારણે ખેડૂતો ન તો ખેતરમાં પાણી વાળવા જઇ શકતા કે ન તો દવાનો છંટકાવ

કે ન તો નિંદામણ કરવા જઈ શકતા નથી. ગત સપ્તાહે સારો વરસાદ થવાને કરણે ખેડૂતોને વાવેતરમાં ફાયદો થયો અને ત્યારબાદ વરાપ નીકળતા ખેતરમાં નિંદામણ, દવાનો છંટકાવ

સહિતની કામગીરી કરવાની હોય છે પરંતુ વીજલાઇન ત્યાંથી પસાર થતી હોવાથી અને વીજપોલ ધરાશયી થયો હોવાથી ખેડૂતો પોતાના ખેતર જઇ શકતા નથી.

જેટકો કંપનીની 220 કેવી લાઇનનો વીજપોલ ધરાશયી

જેટકો કંપનીની બેદરકારીને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેડૂતોનું કહેવું છે કે ગામના આગેવાનોએ કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલને પણ રજુઆત કરી હતી. પણ તેમ છતાં પણ કોઈ

અધિકારી આજ સુધી આવ્યો નથી. ખેડૂતોનું કહેવું છે કે હવે અધિકારીઓ અમારા ફોન પણ રિસીવ નથી કરતા. જ્યારે અમારી ટીમે જેટકો કંપનીના અધિકારીનો કોન્ટેક્ટ કર્યો તો તેને ઉડાવ

જવાબ આપ્યા છે. આ વીજ વાયરને લીધે ખેડૂત કે તેના મજુરને કઈ થશે તેનો જવાબદાર કોણ તેવો પ્રશ્ન ઉપસ્થિત થવા પામ્યો છે.