Surprise Me!

પ્રમુખ પદે સી.આર.પાટીલના બે વર્ષ પૂર્ણ, ભાજપ દ્વારા ઉજવણી

2022-07-20 59 Dailymotion

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રમુખ પદ સંભાળ્યાને બે વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે સી.આર.પાટીલ ના પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે ૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લા ભાજપ આયોજિત સેવાકીય કાર્યક્રમ ઓલપાડ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ઓલપાડ તાલુકાની અઢી હજાર જેટલી ગંગાસ્વરૂપ બહેનોને કૃષિ મંત્રી મુકેશ પટેલ અને ભાજપ સંગઠન ના હોદેદારો દ્વારા સાડી વિતરણ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, વિધવા બહેનોને સન્માન મળેએ માટે વિધવા ની જગ્યાએ ગંગા સ્વરૂપ બહેન તરીકે ઓળખાય એ માટે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી ની સરકારે જાહેરાત કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગંગા સ્વરૂપ બહેનો ઉપસ્થિત રહી હતી. રાજ્ય સરકારના કૃષિ, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગના મંત્રી મુકેશ પટેલે ગંગા સ્વરૂપ બહેનો સાથે સંવાદ પણ કર્યો હતો. લાભાર્થી બહેનોએ સરકાર નો આભાર વ્યક્ત કરી દેશના વડાપ્રધાન મોદી ને બે હાથ ઊંચા કરી ને આર્શીવાદ આપ્યા હતા.

Buy Now on CodeCanyon