અરવલ્લી જિલ્લામાં બે દિવસથી સાર્વત્રિક વરસાદ થયો છે. ત્યારે ભિલોડાના સુનસર ગામે ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી કુદરતી નજારો જોઇ શકાય છે. તથા ધોધ જીવંત થયો <br /> <br />છે. તેમજ કુદરતના ખોળે અહલાદક વાતાવરણમાં સ્થાનિક જનતા સિવાય અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, પાટણ સહિતના વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં સહેલાણીઓ <br /> <br />ઉમટી પડ્યા છે. આ સ્થાન એ મીની કશ્મીર તરીકે ઓળખાય છે. ત્યારે નયનરમ્ય વાતાવરણમાં નાના મોટા અબાલ વૃદ્ધ સૌ કોઈ સ્નાન કરી ધોધનો નજારો માણીને ધન્ય બન્યા છે.