રાજ્યમાં દેશી દારૂનો લઠ્ઠાકાંડ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના પારનેરા ખાતે નાનાપોઢાના PSI અને તેના મિત્રના બંગ્લામાં 3 કોસ્ટેબલ સહિત 19 ઇસમોને દારૂની

મહેફિલ માણતા ઝડપાયો છે. જેમાં વલસાડ DSPને મળેલી બાતમીના આધારે દારૂની મહેફિલ માણતા પોલીસ કર્મચારીઓ પર રેડ કરી હતી. તેમાં તમામને ઝડપી પાડી દારૂનો જથ્થો અને

કાર તથા અન્ય વાહનો કબ્જે કરી આગળની તપાસ હાથ હતી.

દારૂ સાથે બર્થ ડે પાર્ટીમાં પોલીસે પોલીસને ઝડપી

રાજ્યમાં લઠ્ઠાકાંડને લઈને પોલીસ દેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસે પણ વિવિધ વિસ્તારોમાં

ચાલતા દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી દેશી દારૂના અડ્ડામાં રેડ કરવાની સૂચના આપી હતી. વલસાડ જિલ્લા SPડો. રાજદીપસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે વલસાડના અતુલ ખાતે

આવેલા એક બંગ્લામાં દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી મળી હતી.

26 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી શરૂ

તેમજ વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલા LCB અને અન્ય પોલીસ જવાનો સાથે હાઉસ રેડ કરી ચેક કરતા અતુલના મુકુંદ ફસ્ટ ગેટ ખાતે રહેતા સન્ની બાવીસકરની જન્મ દિવસની

પાર્ટી ચાલી રહી હતી. વલસાડ SPએ ચેક કરતા નાનાપોઢાના PSI અને 3 કોસ્ટેબલ સહિત 19 ઇસમોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા હતા. વલસાડ SPએ રૂ.9650 કિંમતનો

દારૂનો જથ્થો અને 12 વાહનો જેમાં 5 કાર તેમજ 7 બાઈક સહિત કુલ 26 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.