પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં ફસાયેલા પાર્થ ચેટરજી અને તેમની નિકટની અર્પિતા મુખરજી વિશે અનેક અટકળો થઈ રહી છે. EDએ અત્યાર સુધીમાં અર્પિતા મુખરજીના બે ઘરોમાંથી 50 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યાં છે. બુધવારે પાડેલા દરોડામાં 4.30 કરોડ રૂપિયાનું સોનું પણ જપ્ત કરવામાં આવ્યું છે.