નાગરિકોની સુરક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં હજારથી વધુ લોકો ભેગા થાય તે જગ્યાએ CCTV જરૂરી છે. તેમાં 30 દિવસ સુધી CCTV ફૂટેજ

સાચવવા પડશે. તથા તપાસ માટે CCTV ફૂટેજ માગી શકશે. તેમજ PSIથી ઉપરના અધિકારીઓ ફૂટેજ માંગી શકશે.

હજારથી વધુ લોકો ભેગા થાય તે જગ્યાએ CCTV જરૂરી

ઉલ્લેખનીય છે કે રાજયના નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય છે. જેમાં ગુજરાત જાહેર સલામતી (પગલાં)

અમલીકરણ અધિનિયમ-2022નો સોમવાર તા.1 ઓગસ્ટ-2022થી અમલ કરાશે. જેમાં નાગરિકોને સુરક્ષા સલામતીમાં સામેલ કરવા જનભાગીદારીથી સી.સી.ટીવી કેમેરા સિસ્ટમ

લગાડવા-પ્રવેશ નિયંત્રણ પગલાં ફરજીયાત કરવાના હેતુથી અધિનિયમનો અમલ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં પ્રથમ તબક્કે 8 મહાનગરપાલિકા વિસ્તારમાં અધિનિયમ અમલી

કરાશે.

30 દિવસ સુધી CCTV ફૂટેજ સાચવવા પડશે

જાહેર સ્થળો-મોટી સંખ્યામાં લોકોની અવર-જવર વાળા સ્થાનો સાથે હવે એક જ સમયે 1 હજારથી વધુ લોકો ભેગા થતા હોય કે દિવસ દરમ્યાન 1 હજાર લોકોની અવર-જવર હોય તેવી

સંસ્થાઓએ સી.સી.ટીવી કેમેરા લગાવવાના રહેશે. જાહેર સલામતિ સમિતી દ્વારા ભલામણ કરાયેલા પગલાં 6 મહિનાની અંદર સંબંધિત સંસ્થાઓએ ગોઠવવાના રહેશે. આ અધિનિયમ પ્રથમ

તબક્કે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ 8 મહાનગરોમાં અમલમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

PSIથી ઉપરના અધિકારીઓ ફૂટેજ માંગી શકશે

મહાનગરપાલિકા વિસ્તારો માટે નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતી રચવામાં આવશે. તેમજ નાયબ પોલીસ અધિક્ષકથી ઉપરની કક્ષાના ના હોય તેવા અધિકારી સભ્ય સચિવ

રહેશે. નાયબ મ્યુનિસિપલ કમિશનર સમિતીના સભ્ય રહેશે તેમજ જે વિસ્તારને અધિનિયમની જગવાઇ લાગુ પડતી હોય તે વિસ્તારમાં આવેલા એકમોના એસોસિયેશનના ૩ કરતા વધુ ન

હોય એટલા પ્રતિનિધિઓ પણ સમિતિના સભ્ય રહેશે. તથા તેમની નિયુક્તિનો વધુમાં વધુ સમયગાળો બે વર્ષનો રહેશે. પોલીસ કમિશનરેટ વિસ્તારમાં સમિતીના સભ્ય સચિવ તરીકે

નાયબ પોલીસ કમિશનર કામગીરી બજાવશે. આ અધિનિયમનો અમલ થતાં રાજ્યના નગરો મહાનગરોમાં નાગરિકોની સલામતી અને સુરક્ષાના ઉપાયો વધુ સંગીન બનશે.