Surprise Me!

સુરત ACBને સફળતા: 5 લાખ માટે PSIએ ઇજ્જત ગુમાવી

2022-08-05 453 Dailymotion

રાજસ્થાનના ઉદયપુરથી સુરત આવતી લકઝરી બસના છેલ્લા સોફા નીચે બનાવેલા ચોરખાનામાંથી પુણા પોલીસ અને એલસીબી પોલીસે વહેલી સવારે પાર્સલની આડમાં લવાયેલા રૂપિયા ૪.૮૨ લાખના વિદેશી દારૂને પોલીસે ઝડપી લીધો. પોલીસે દારૂની ૪, ૮૨૪ બોટલ કબજે કરી બસના બે ડ્રાઈવરની અટકાયત કરી હતી. આ બનાવમાં પુણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. જેમાં તપાસ કરી રહેલા પુણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ જયદિપસિંહ રાજપુતે સુરતમાં ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા રાજસ્થાની વ્યકિતને બોલાવી તેનો આ કેસ સાથે કોઈ નિસબત ન હોવા છતાં પોલીસ સ્ટેશન બોલાવી દારુના કેસમાં તારું નામ આવે છે તેમ કહી ધમકાવ્યો.

Buy Now on CodeCanyon