સુરતના માંડવી તાલુકામાં આવેલ કાકરાપાર ડેમ ઘણા દિવસોથી ઓવરફલો થયો છે. તેમજ 15મી ઓગસ્ટ નિમિત્તે ડેમને ત્રણ રંગોની લાઇટોથી શણગારવામાં આવ્યો છે. તેમા રાત્રીનો

નજારો ખૂબજ અદભુત લાગી રહ્યો છે. તથા નર્મદા નદીમાં ઉપરવાસમાં વરસાદથી પાણીની આવક વધી છે. જેમાં નર્મદા નદી કાંઠેના વિસ્તારોને એલર્ટ કરાયા છે. તેમજ ડેમમાંથી નદીમાં

વધુ 55 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. તથા નર્મદા નદીમાં કુલ 1.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. તેથી શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના તંત્રને એલર્ટ કરાયું છે. તથા

સરદાર સરોવરની સપાટી 133.51 મીટર પહોંચી છે.