જામનગરમાં TRB જવાને દિવ્યાંગ વ્યક્તિને જાહેરમાં માર માર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજકોટ રોડ નજીક આવેલા નાગનાથ ગેટ વિસ્તારનો વીડિયો <br /> <br />સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દિવ્યાંગ વ્યક્તિ પોતાની ટુ વ્હીલર લઈને જતો હતો ત્યારે જ ટીઆરબી જવાને તેને લાફો મારી દીધો હતો. વાયરલ <br /> <br />થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે TRB જવાને વાહન ચાલકને તમાચો મારે છે. વાહન ચાલક એક હાથથી વિકલાંગ હોવાનું જાણવા મળ્યું છે.