પોરબંદરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આવતીકાલે શનિવારે તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને તડામાર તૈયારીઓ શરુ કરાઈ છે. પોરબંદરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આવતીકાલે શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રીનું પોરબંદરમાં આગમન થશે અને ત્યારબાદ તેઓ ગાંધીજન્મ સ્થાન કીર્તિમંદીરે પુજય બાપુને શીશ નમાવવા જશે.
