હાલ ગુજરાતમાં ચોમાસાની ઋતુને કારણે રોગચાળામાં વધારો થયો છે. જેને લઈને રાજ્યના જિલ્લાઓની સિવિલ હોસ્પીટલમાં ઓપીડી દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. તેવામાં સુરત જીલ્લાના 750 કરતા વધુ આરોગ્ય કર્મીઓએ પોતાની પડતર માંગણીઓ પૂરી કરવામાં આવે તેવી માંગ સાથે હડતાલ શરુ કરી હતી. જેના લીધે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
