જુનાગઢમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. જેમાં બે આખલાની લડાઈ CCTV કેમેરામાં કેદ થઇ છે. તેમજ મુરલીધર ગેસ્ટ હાઉસમાં આખલા ઘૂસ્યા હતા. તથા આખલાઓ બાખડતા

લોકોમાં નાસભાગ મચી હતી. જેમાં શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. તેમાં બે ખૂંટીયાની લડાઈ સીસીટીવી કેમેરા કેદ થઇ છે.

ઉલ્લેખનીય છે કે શહેરના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ મુરલીધર ગેસ્ટ હાઉસમા આખલા ઘૂસ્યા હતા. તથા ગેસ્ટ હાઉસના ટેબલ ખુરશી તોડી નાખ્યા છે. તેમજ ખૂંટીયાની લડાઈથી લોકોમાં

નાસભાગ મચી હતી. જેમાં દિવસેને દિવસે શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વઘ્યો છે. સદનસીબે કોઇ જાનહાની થઇ નથી. તંત્ર ક્યારે જાગશે અને રખડતા ઢોરથી ક્યારે મુક્તી અપાવશે.