ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠામાં આ વર્ષે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. ભારે વરસાદના પગલે અંબાજી નજીક રાજસ્થાન સરહદના માર્ગ પર પાણી ભરાઈ ગયા છે. <br /> <br />બનાસકાંઠા જિલ્લાના દાંતામાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જિલ્લાના કોટેશ્વરથી કૂકડાફળી માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. બીજી તરફ અરાવલીની પર્વતમાળાની વચ્ચે વરસાદના કારણે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.