પાલનપુરમાં ભારે વરસાદને લઈ આબુરોડ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. જેમાં આબુ રોડ હાઈવેને એક તરફથી બંધ કરાયો છે. તેમાં મલાના પાટીયા પાસે 5 ફૂટ પાણી ભરાતા હાઈવે બંધ <br /> <br />કરવાની ફરજ પડી છે. તેમજ હાઈવે પર રાજસ્થાનથી આવતા વાહનોની કતાર લાગી છે. પાલનપુરમા રાત્રે પડેલા ભારે વરસાદને લઈ પાલનપુર આબુરોડ હાઇવે એક તરફ બંધ કરાયો <br /> <br />છે. જેમાં પાલનપુર આબુરોડ હાઇવે પર વાહન ચાલકો અટવાયા છે. તથા પાલનપુર તાજપુરા પાસે વૃક્ષ ધરાશાઈ થવાની ઘટના બની છે.