સાબરકાંઠાના પોશીનામાં ભારે વરસાદ પડ્યો છે. જેમાં સિંચાઈનું તળાવ ઓવરફ્લો થયુ છે. તથા મુખ્યબજાર રોડ પણ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તેમજ પોશીનામાં રાત્રી <br /> <br />દરમિયાન છ ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે. તેમાં પોશીના સિંચાઇના તળાવો ઓવરફ્લો થતાં આજુબાજુના વિસ્તારના લોકો ચિંતામાં મુકાયા છે. તેમજ મુખ્ય બજારના રોડ ઉપર <br /> <br />વરસાદનું પાણી નદી વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળે છે.