Surprise Me!

નર્મદામાં પાણી છોડાતા વડોદરાના શિનોર તાલુકાના ગામોમાં પાણી ફરી વળ્યું

2022-08-17 237 Dailymotion

મેઘરાજાની ધામેકેદાર બેતીન્ગને લીધે સમગ્ર ગુજરાતની નદીઓમાં હાલ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના મોટા ભાગના ડેમ અને જળાશયોમાં પણ મહત્તમ પાણીનો જથ્થો સંગ્રહ થઇ રહ્યો છે તેમ છતાં નવા પાણીની આવક થતા જળાશયોમાંથી પાણી છોડવાની ફરજ પડી રહી છે. છેલ્લા 2 દિવસથી સરદાર સરોવર ડેમમાંથી પણ નર્મદા નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લીધે નદી કાંઠાના અનેક ગામડાઓમાં પૂર આવવાની શક્યતા સર્જાઈ છે. ત્યારે વડોદરાના શિનોર તાલુકાના દીવીર ગામમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા હતા.

Buy Now on CodeCanyon