હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે રાજકોટના જેતપુરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. <br /> <br />ભારે વરસાદના પગલે નવાગઢના ઈદગાહ વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે લોકોની ઘર વખરી પાણીમાં તણાઈ ગઈ હતી. વહેલી સવારથી તૂટી પડેલા વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.