શામળાજી પંથકમાં ખાબકેલ ભારે વરસાદના કારણે શામળાજીના નાદરા ગામે ડેમના વેસ્ટ વિયરનું પાણી આવતા 40 ઘરના લોકોને અવર જવર માટે હાલાકી પડી રહી છે. છેલ્લા બે દિવસ

થી અરવલ્લીમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વિશેષ કરીને શામળાજી વિસ્તારમાં વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.

જેમાં નાદરી ગામમાં નદીની સામે રહેતા 40 પરિવારોને કોઈપણ કામકાજ હોય વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જવુ હોય કે દર્દીને સારવાર માટે જવુ હોય તો મોટા કંથારિયા આવવું પડે ત્યારે

ચોમાસાના સમયે નદીમાં ડેમના ઓવરફ્લો પાણી અને રાજસ્થાન તરફથી આવતા વરસાદી પાણીના કારણે 40 પરિવાર સંપર્ક વિહોણા બની જાય છે. કોઈપણ વ્યક્તિ એક તરફ થી બીજી

તરફ જવા માટે અસમર્થ બને છે.