ગુજરાતમાં એકતરફ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે બનાસકાંઠાના અંબાજી ગબ્બરનો નયનરમ્ય નજારો સામે આવ્યો છે. હકીકતમાં ઝરમર વરસાદ વચ્ચે ગાઢ ધુમ્મસના કારણે અંબાજી ગબ્બર પર આહલાદક દ્રશ્ય સર્જાયું છે. અંબાજી ગબ્બરનો પર્વત સફેદ ચાદરથી ઘેરાઈ ગયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
