મહિસાગરના કડાણા અને ભાદર ડેમમાં પાણીની આવક થઇ છે. જેમાં કડણા ડેમમાં 1.35 લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે. તેમજ ભાદર ડેમમાં 2 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. <br /> <br />તથા મહિસાગર અને ભાદર નદી બે કાંઠે થઇ છે. તેમજ મહિસાગર નદી પર આવેલ વણાક બોરી ડેમ પણ ઓવરફ્લો થયો છે. તથા મહિસાગર, પંચમહાલના 128 ગામો એલર્ટ પર છે.