સૌરાષ્ટ્રમાં પેટ્રોલ પંપ સંચાલકો પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં રાજકોટ, જુનાગઢમાં આઠથી વધુ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં વધુ વેચાણ છતા ઓછા ટેક્સની

આશંકાએ તપાસ કરવામાં આવી છે. તેમજ મોટી ટેક્સચોરી પકડાવાની શક્યતા છે.

રાજકોટના ચાર પેટ્રોલ પંપ તથા જુનાગઢના એક સહિત સૌરાષ્ટ્રમાં કુલ આઠથી વધુ પેટ્રોલ પંપ ઉપર દરોડાની કાર્યવાહી થઇ છે. તેમાં ડીઝલ અને પેટ્રોલના વધુ વેચાણ છતાં ઓછો ટેક્સ

ભરવામાં આવ્યાની આશંકાને પગલે તપાસ કરવામાં આવી છે. તેમાં જીએસટી અને એન્ફોર્સમેન્ટ વિભાગની કાર્યવાહીમાં મોટી ટેક્સ ચોરી ઝડપવાની શકયતા છે.