નોઈડાના સેક્ટર-93માં બનેલા સુપરટેક એમેરાલ્ડ કોર્ટના 32 માળના ટ્વીન ટાવરને રવિવારે તોડી પાડવામાં આવશે. 200 કરોડથી વધુના ખર્ચે બનેલા આ ટાવર્સને તોડવા માટે લગભગ 20 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. ટ્વીન ટાવરને નીચે લાવવા માટે 3500 કિલોથી વધુ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવશે. સૌપ્રથમ સાયન ટાવર પડી જશે, ત્યારપછી થોડી સેકન્ડ પછી એપેક્સ ટાવર પડતો જોવા મળશે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી વાઇબ્રેશન ઓછું કરી શકાય. લગભગ 17 મિલીસેકન્ડથી 200 મિલી સેકન્ડના અંતરાલમાં બ્લાસ્ટ થશે. તમામ ગનપાઉડરને વિસ્ફોટ થવામાં 9 સેકન્ડનો સમય લાગશે અને બિલ્ડિંગને નીચે પડવામાં ચાર સેકન્ડ લાગશે. કુલ, 12 થી 13 સેકન્ડમાં, આ ઇમારત સંપૂર્ણપણે નીચે પડી જશે.
રવિવારે શહેર તરફના ટ્વીન ટાવરની ફરતે એક કિલોમીટરનું સર્કલ બનાવીને મોટી સંખ્યામાં પોલીસ જવાનો કાયદો અને વ્યવસ્થાની સુરક્ષા કરશે. ટાવર પાડવા માટે વોટર ફોલ એક્સ્પ્લોઝન મેથડનો ઉપયોગ કરવામાં આવશે. આ મેથડના લીધે ઈમારત અંદરની તરફ પડશે. ઈમારત 9 સેકન્ડમાં ધ્વંસ્ત થઇ જવાની છે. ટાવરને કાસ્કેડ મેથડમાં પાડવામાં આવશે. એટલેકે એક પછી એક માળ પડશે. ઈમારત પડ્યા પછી સર્જાયેલ ધૂળને નીચે બેસતા પણ 15 મિનીટ થશે
ટ્વીન ટાવર બ્લાસ્ટના દિવસે આરોગ્ય વિભાગ પણ સ્થળ પર હાજર રહેશે. શહેરની મોટી હોસ્પિટલોમાં સેફ હાઉસ બનાવવામાં આવ્યા છે. ટ્વીન ટાવરના વિસ્ફોટ પહેલા એટલે કે 28 ઓગસ્ટના રોજ એમરાલ્ડ કોર્ટમાં બનેલી બંને સોસાયટીના લોકોના ઘર સવારે 7:00 વાગ્યે ખાલી કરવામાં આવ્યા છે. 31 ઓગસ્ટ સુધી, ટ્વિન ટાવર્સની આસપાસના વિસ્તારને નો-ફ્લાય ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારી, 3 બ્લાસ્ટર્સ અને 2 પ્રોજેક્ટ મેનેજર સિવાય આ એક્સક્લુઝન ઝોનમાં કોઈ માણસ કે પ્રાણી નહીં રહે.

બપોરે 12:00 : વિસ્ફોટકોની તપાસ થશે.

બપોરે 12:30 : એપેક્સ, ટ્વીન ટાવર્સમાં વાયર સાથે જોડવામાં આવશે.

બપોરના 12:40 : ટ્રિગર બટન વાયરથી જોડવામાં આવશે

બપોરે 2:30 ટ્વિન ટાવર્સમાં છેલ્લો બ્લાસ્ટ થશે
બપોરે 2:40 : કાટમાળમાંથી જીવંત વિસ્ફોટકો ગોતવામાં આવશે
બપોરે 3:10 : ફ્લેટમાં નુકસાનની તપાસ કરવામાં આવશે

સાંજે 5:00: રહેવાસીઓને ફ્લેટમાં જવા મંજુરી આપવામાં આવશે