17 વર્ષની 12માં ધોરણમાં ભણતી એક છોકરીને જીવતી જ બાળી નાખવામાં આવી. <br />ઝારખંડના દુમકામાં 23 ઓગસ્ટની સવારે શાહરુખ નામના છોકરાએ સગીરાને જીવતી સળગાવી દીધી. 5 દિવસ હોસ્પિટલમાં મોત સાથે ઝઝૂમ્યા બાદ રવિવારે તેણે દુનિયાને અલવિદા કહ્યું. <br />મોત પહેલા સગીરાએ જે છેલ્લું નિવેદન આપ્યું તેમાં કહ્યું કે શાહરુખ રસ્તામાં તેને ફ્રેંડશિપ કરવા હેરાન કરતો હતો. પણ તેણે ના પાડી દીધી હતી તો તેણે ગમે ત્યાંથી તેનો નંબર મેળવી તેને હેરાન કરવાનું ચાલુ કર્યુ પણ સગીરાએ તેના જવાબમાં ફેરફાર ન કર્યો ત્યારે 23 ઓગસ્ટની સવારે 5 વાગ્યે બારીમાંથી પેટ્રોલ છાંટી તેને સળગાવી દીધી... આ ઘટનાને લઈ લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે.. તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે.. પહેલી નજરે જોતાં આ મામલો લવ જેહાદનો છે લાગે છે.. ત્યારે અહીં બીજી આવી એક ઘટનાની વાત કરું તો બનાસકાંઠાના ડીસામાં યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને તેનું ધર્મ પરિવર્તન કરાવ્યું તથા તેના માતા અને ભાઇનું પણ ધર્મપરિવર્તન કરાવ્યું પરિવારનું ધર્મપરિવર્તન જોઈ પિતાએ આત્મહત્યા કરવાની કોશિશ કરી.. ત્યારે આવા કેટલાય મામલે પ્રેમના નામે ધર્મપરિવર્તન કરાવવામાં આવે છે....લવ જેહાડના આ ષડયંત્રો દિવસે દિવસે વધતાં જઈ રહ્યા છે ત્યારે આ વિશે તમારું શું માનવું છે?
