સુરેન્દ્રનગરમાં આજથી ગણેશોત્સવની ઉજવણી શરૂ થઇ ચુકી છે. ત્યારે રતનપરમાં આવેલી નિલકંઠ પ્રાયમરી સ્કુલના 100થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ ઇકો ફ્રેન્ડલી ગણપતી બનાવ્યાં હતાં. અલગ અલગ ગણેશજીના રૂપ સાથે બાળકોએ આબેહુબ ગણેશજીની સુંદર મુર્તિ બનાવી હતી.
