સુરતના જર્જરિત મકાનની છત પડતા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયુ છે. જેમાં ગતરાતે રૂદરપુરામાં મકાનની છત ધરાશાયી થઈ હતી. તેમાં ઘટનામાં માતા અને પુત્ર કાટમાળ નીચે

દબાયા હતા. જેમાં પુત્ર હાલ સિવિલમાં સારવાર હેઠળ છે. ગઈકાલે મોડી રાતે ત્રણ માળના જર્જરિત મકાનના ગ્રાઉન્ડ ફ્લોરની છત તૂટી હતી. તે દરમિયાન વૃદ્ધા બેડ પર સૂતી હતી.
ગ્રાઉન્ડ ફ્લોરની છત અચાનક તૂટી પડતા અફરાતફરી મચી જવા પામી હતી. જેમાં છતના કાટમાળ નીચે દબાયેલા માતા-પુત્રને ફાયરની ટીમે બહાર કાઢી સારવાર માટે સિવિલમાં ખસેડ્યા

હતા. જોકે, તબીબી સારવાર કારગત નીવડે તે પહેલાં વૃદ્ધા મૃત થઈ ચૂક્યા હતા.