સુરતમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના બની છે. જેમાં વિસર્જન દરમિયાન ચાર યુવકો ડૂબ્યા હતા. તેમજ ઉકાઈની ઉટીયાદરા નહેરમાં યુવકો ડૂબતા ત્રણ યુવાનને બચાવવામાં આવ્યા <br /> <br />છે. તેમજ એકની શોધખોળ શરૂ કરાઇ છે. જેમાં વિસર્જન કરતા હતા ત્યારનો યુવકો તણાયાનો વીડિયો સામે આવ્યો છે. તેમાં નહેરમાં ડૂબી રહેલા યુવાનોને જોઈ લોકોએ બુમાબુમ કરતા 3 <br /> <br />યુવાનોને બચાવાયા હતા. ગતરોજ તરસાડીના હરિઓમ નગરના યુવકો ગણપતિ વિસર્જન કરવા ગયા હતા. તેમાં હવે ફાયરની ટિમ અને પોલીસ ઘટના સ્થળે છે.