રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર પાણશીણા નજીક કુરિયર વાન આગળ જતાં વાહન સાથે અથડાતા ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે. જેમાં
મોડી રાત્રે લીંબડી હાઇવે લોહીયાળ બન્યો હતો.

અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે મોત

ઉલ્લેખનીય છે કે પાણશીણા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ વિગતો નોંધી વધુ તપાસ પાણશીણા પોલીસે હાથ

ધરી છે. જેમાં લીંબડી અમદાવાદ હાઈવે મંગળવારે રક્તરંજિત થયો છે. કાનપરા પાટીયા પાસે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. કુરિયર વાહન ડમ્પર પાછળ

ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. તો બીજી તરફ, આણંદના ધર્મજ તારાપુર હાઇવે પર લકઝરી બસ પલટી ખાતા બસમાં સવાર 25 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.

પાણશીણા પોલીસે વધુ તપાસ હાથ ધરી

કાનપરા પાટીયા પાસે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. તો 1 વ્યક્તિને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને

પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.