સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં અદભૂત લાઈટિંગ નજારો જોઈ શ્રદ્ધાળુઓ પ્રભાવિત થઈ રહ્યા છે. ભાદરવી પૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે ત્યારે અંબાજી મંદિરને

અદભૂત લાઈટીંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે. મંદિર પરિસરને વિભિન્ન પ્રકારની રંગબેરંગી લાઈટિંગથી શણગાર કરવામાં આવ્યો છે જેથી આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. અંબાજી મંદિર

પરિસરમાં આવતા પહેલા અનોખી લાઈટિંગ ટર્નલ બનાવવામાં આવી છે. ટર્નલમાંથી પસાર થતા પદયાત્રીઓ જાણે કોઈ બીજી દુનિયામાં આવી ગયા હોય એવો અનુભવ કરી રહ્યા છે. માં

જગદંબાના ચરણોમાં શીશ નમાવવા લાખો શ્રદ્ધાળુઓ પધારી રહ્યા છે અને સુચારુ વ્યવસ્થાપન જોઈને પ્રભાવિત થઈ રહ્યા છે.