મુલેર ગામ નજીક બે ટ્રક સામે સામે ભટકાતા અકસ્માત થયો હતો. જેના CCTV ફૂટે સામે આવ્યા છે. વાગરા તાલુકાના મુલર ગામ પાસે આવેલ ભંડારી પેટ્રોલ પંપની સામે બે ટ્રકને

અકસ્માત નડતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા તાલુકાના મુલેર ગામ નજીક આવેલ ભંડારી પેટ્રોલ પંપની સામે બે ટ્રક સામે સામે ભટકાઈ હતી. જેના સીસીટીવી ફૂટે સામે આવ્યા છે. રાત્રેના ત્રણ વાગ્યાના

ગાળામાં દહેજ તરફથી ટ્રક લઈ આમોદ તરફ જઈ રહ્યા હતા અને આમોદ તરફથી દહેજ તરફ જતી ટ્રકને મુલેર નજીક આવેલ ભંડારી પેટ્રોલ પંપ પાસે અકસ્માત નડ્યો હતો. પોલીસને જાણ

કરાતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ફસાયેલા વ્યક્તિને કેબિન કાપી બહાર કાઢવામાં આવ્યો હતો. અને ત્યારબાદ તેને ભરૂચની હોસ્પિટલમાં ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી

હતી.

ઉલ્લેખનીય છે કે દહેજથી આમોદને જોડતા માર્ગ અત્યંત બીસમાર હાલતમાં હોય જેને લઇ વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. તંત્ર દ્વારા દહેજથી આમોદને જોડતા માર્ગનો વહેલી તકે

સમારકામ કરવામાં આવે તેવી લોક ચર્ચા ઉઠવા પામી છે.