આજે ભાદરવા સુદ પૂર્ણિમા છે ત્યારે યાત્રાધામ શામળાજીમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા છે. પિતૃપક્ષનું પ્રથમ શ્રાદ્ધનો શામળાજી તીર્થમાં અનોખો મહિમા જોવા મળે છે. ભાદરવી પૂનમનું અંબાજી જેટલું જ મહત્વ ભગવાન કાળિયા ઠાકોરનું છે. ત્યારે ભક્તો દૂર દૂરથી પદયાત્રા કરીને ભગવાન શામળિયાની ઝાંખી કરવા ઉમટી પડ્યા છે.