જામનગરના શહેરને પાણી પૂરું પાડતો સસોઈ ડેમ ઓવરફ્લો થયો છે. જેમાં લાલપુર પંથકમાં પડેલા વરસાદના કારણે શહેરને પાણી પૂરું પાડતા સસોઈ ડેમમાં નવા નીર આવ્યા છે. છેલ્લા <br /> <br />બે દિવસ દરમિયાનના લાલપુર પંથકના વરસાદના કારણે સસોઈ ડેમમાં વ્યાપક પ્રમાણમાં જળરાશી આવી છે, અને સસોઈ ડેમ પૂરો ભરાયો છે. સસોઈ ડેમ ઓવરફ્લો થતા શહેરીજનોની <br /> <br />આતુરતાનો અંત આવ્યો છે અને જામનગરવાસીઓ ખુશખુશાલ બન્યા છે. તથા જામનગર મહાનગરપાલિકા દ્વારા સસોઈ ડેમમાંથી પણ પ્રતિદિન પાણી ઉપાડવામાં આવી રહ્યું છે.