Surprise Me!

સગા પિતા દિકરીને પીઠના ભાગે તેમજ પગે ડામ આપતા

2022-09-18 1 Dailymotion

કહેવાય છે કે છોરુ કછોરુ થાય પરંતુ માવતર કમાવતર ન થાય. સંતાનો માટે માતા-પિતા પથ્થર એટલા દેવ કરતા હોય છે. પરંતુ અમદાવાદના સોલા વિસ્તારમાં એક એવો બનાવ સામે

આવ્યો છે કે જે જાણીને સૌના રુવાડા ઉભા થઇ જાય. સગા પિતાએ નવ વર્ષની બાળકી પર અત્યાચાર ગુજારી અસહ્ય માર માર્યો એટલું જ નહીં ચીપિયા વડે તેને ડામ પણ દીધા.

દિવાલ સાથે માથું પણ પછાડતા હતા

પપ્પા મને ઘરનું કામ કરાવતા હતા અને જો ઘરનું કામ બરાબર ન કરું તો મને ઝાપટો મારતા અને લાકડી વડે માર મારીને રોટલી શેકવાના ચીપિયાને ગરમ કરીને ડામ દેતા હતા. આ

શબ્દો માત્ર નવ વર્ષની બાળકીના છે. તેણે જ્યારે આ શબ્દો તેના મામાને કહ્યા ત્યારે સૌ કોઈના રુવાડા ઊભા થઈ ગયા. બનાવ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારનો છે. પતિ પત્ની વચ્ચે

અણ બનાવ થતા બંનેએ છૂટાછેડા લીધા હતા. જો કે જે તે સમયે બાળકી તેની માતા સાથે રહેતી હતી. પરંતુ માતાએ બીજા લગ્ન કરી લેતા બાળકી તેના મામા સાથે રહેવા લાગી હતી. જો

કે ત્રણેક મહિના પહેલા તેના પિતા સમાજના આગેવાનો સાથે તેના મામાના ઘરે પહોંચ્યા હતા અને સમજૂતીથી બાળકીને પોતાની સાથે લઈ ગયા હતા. ત્યારબાદ તેના પિતાએ બાળકીને

અસહ્ય ત્રાસ આપ્યો હતો.

લોખંડની ફૂટપટ્ટીથી માર મારતા

જો કે ચારેક દિવસ પહેલા ફરિયાદી પર તેમના એક સંબંધીએ ફોન કરીને કહ્યું હતું કે ભાણીને તેના પપ્પા અતિશય ત્રાસ આપે છે. અને માર મારે છે. જેથી ફરિયાદી પરિવારના સભ્યો સાથે

ભાણીને લેવા માટે ચાંદલોડિયા ખાતે આવ્યા હતા. પરંતુ ભાણી ન મળતા તેઓ પરત જતા રહ્યા હતા. ગઈકાલે ફરીથી તેઓ ભાણીને લેવા માટે ચાંદલોડિયા ખાતે આવ્યા હતા. જો કે ઘરે

તાળું હોવાથી તેમણે બાળકીના પિતાને ફોન કર્યો હતો. જેથી તેઓએ ફરિયાદીને તેના ગામ બોલાવ્યા હતા. જ્યાં મોડી રાત સુધી રાહ જોવડાવ્યા બાદ બે વ્યક્તિ બાળકીને લઈને આવ્યા

હતા. જો કે જ્યારે બાળકીને જોઈ ત્યારે બંને આંખની નીચેના ભાગે તથા બંને હાથના વાગે નિશાન હતા અને પગે કોઈએ ડામ લીધેલા હોવાના નિશાન હતા. જ્યારે આ બાબતે બાળકીને

પૂછવામાં આવ્યું હતું. ત્યારે તેણે પોતાની આપ વીતી જણાવી હતી.

હજી સુધી આરોપીની કોઈ ભાળ મળી શકી નથી

જો કે મોડી રાત થઈ ગઈ હોવાથી તેઓ તેમના ગામ જતા રહ્યા હતા અને બીજે દિવસે જ્યારે બાળકીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે પપ્પા હું જ્યારથી તેમના ઘરે ગયેલી હતી,

ત્યારથી રોજ મને કોઈપણ કારણો વગર માર મારતા હતા. અને અવાર નવાર વધારે ગુસ્સે થઈને લાકડીથી પણ મારતા હતા. અને ઘણીવાર તો ખૂબ જ ગુસ્સે થઈ જતા ત્યારે મને રોટલી

શેકવાના ચીપિયા વડે મારી પીઠના ભાગે તેમજ પગે ડામ આપતા હતા. ઘણી વખત બંને પગ બાંધી લટકાવી માથાના વાગે લોખંડની ફૂટપટ્ટીથી મારતા હતા અને દિવાલ સાથે માથું પણ

પછાડતા હતા. જેથી ફરિયાદીએ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસ ને કરી હતી. જો કે પોતાની કરતૂતોનો પર્દાફાશ થઈ ગયો હોવાની જાણ થતા જ આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસે

અલગ અલગ એક જગ્યા ઉપર આરોપીને પકડવા માટે તપાસ કરી છે. પરંતુ હજી સુધી આરોપીની કોઈ ભાળ મળી શકી નથી.

Buy Now on CodeCanyon