નવરાત્રિ શરૂ થતાં જ PM મોદીનો ગુજરાત પ્રવાસ શરૂ થશે. જેમાં PM મોદી 5 દિવસમાં 12થી વધુ જનસભાને સંબોધશે. તેમાં 10 ઓક્ટોબરે જામનગર અને ભરૂચના પ્રવાસે PM મોદી

રહેશે. તથા 11 ઓકટોબરે રાજકોટના જામકંડોરણાનો પ્રવાસ કરશે. તેમજ રાજ્યને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે.

PM મોદી 29, 30 સપ્ટેમ્બર અને 9થી 11 ઓકટોબરે ગુજરાત આવશે. જેમાં 29-30 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીનો પ્રવાસ કરશે. તથા 9 ઓક્ટોબરે મોડાસામાં

સંભવિત પ્રવાસ કરશે. 10 ઓક્ટોબરે જામનગર અને ભરૂચના પ્રવાસે આવશે તથા 11 ઓક્ટોબરે રાજકોટના જામ કંડોરણાના પ્રવાસે જશે.