અમદાવાદ શહેરમાં હવે વગર વરસાદે પણ ભુવા પડી રહ્યા છે. જેમાં કોટ વિસ્તારના પ્રેમ દરવાજા પાસે મુખ્ય માર્ગ પર મોટો ભુવો પડ્યો હતો. ટ્રાફિકથી ભરચક રહેતા રોડ પર ભુવો <br /> <br />પડવાથી વાહનચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે. ભુવાના કારણે રોડ પર ટ્રાફિક જામ પણ થયો હતો. પ્રજા ટેકસ ભરે છે પરંતુ અમદાવાદીઓને ભુવા નગરીથી ટેવાવું જ પડશે. <br /> <br />કેમ કે કોર્પોરેશન માત્ર દાવા કરવામાં માહિર છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રોડ પર ખાડા અને ભુવા પડી જ જાય છે.