યુએસએના કેન્વાસ સિટીમાં ગરબા યોજાયા હતા, જેમાં તમામ લોકોએ મન મુકીને ગરબા ગાયા હતા. ગુજરાતી સમાજના ગરબા કાર્યક્રમની શરૂવાત કેન્સાસ સ્ટેટના લુટેનેન્ટ ગવર્નરના હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવી હતી. આ ભવ્ય ગરબાના આયોજનમાં લુટેનેન્ટ ગવર્નર ડેવિડ તોલેન્ડએ શ્રી આરાસુરી અંબે માંની આરતીના શૂરો રેલાવ્યા હતા અને એટલું જ નહીં સહ પરિવાર મન મુકીને ગરબે પણ ઘૂમ્યા હતા.