Surprise Me!

જાણો ભારતની ઓસ્કાર એન્ટ્રી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ના નિર્માતા વિશે.....

2022-09-24 3 Dailymotion

ગુજરાતી ફિલ્મ 'છેલો શો'ને બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર 2023 માટે ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે, ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ મંગળવારે આ જાહેરાત કરી હતી અગાઉ એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે અનુપમ ખેર અભિનીત ધ કાશ્મીર ફાઇલ અથવા રામ ચરણ અને જુનિયર એનટીઆરની આરઆરઆર સૂચિમાં સ્થાન મેળવશે. છેલ્લો શો ફિલ્મનું અંગ્રેજીમાં શીર્ષક "લાસ્ટ ફિલ્મ શો" છે. પાન નલિન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 14 ઓક્ટોબરે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું નિર્માણ સિદ્ધાર્થ રોય કપૂરના બેનર રોય કપૂર ફિલ્મ્સ, જુગાડ મોશન પિક્ચર્સ, મોનસૂન ફિલ્મ્સ, છેલ્લો શો LLP, દ્વારા કરવામાં આવ્યું છે. ગયા વર્ષે જૂનમાં ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ ફિલ્મ તરીકે વર્લ્ડ પ્રીમિયર થયું હતું.

Buy Now on CodeCanyon