નવસારીના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં એક અનોખી ઘટના બની છે. જેમાં બીલીમોરાના ભાટ ગામે દરિયા કાંઠે ડોલ્ફિન મૃત હાલતમાં તણાઈ આવી છે. તેમાં 15 ફૂટ લાંબી <br /> <br />ડોલ્ફિન જોવા લોકોનું ટોળું ઉમટ્યું હતુ. મહાકાય ડોલ્ફિન માછલી દરિયાના પાણીમાં તણાઈ આવતા ગામજનોએ અધિકારીઓને જાણ કરી છે. તથા ગ્રામજનોએ મળીને મૃત માછલીને દરિયા <br /> <br />કિનારે જ દફનાવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.