હિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો છે. પ્રવાસીઓને લઇ જતી બસ ખાઇમાં ખાબકી હતી, જેના કારણે 7 વિદ્યાર્થીઓના મોત થયા છે. જ્યારે 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થી વારાણસી IIT (Banaras Hindu University) ના છે.