જૂનાગઢમાં હીરાગીરી માતાજીનો મઢ આવેલો છે. જે મંદિર વર્ષમાં ફકત નવરાત્રિના સમયે ખોલવામાં આવે છે અને ભક્તો અહીં પોતાની અતૂટ શ્રદ્ધા સાથે દર્શન કરવા માટે આવે છે. <br /> <br />દરેક મંદિરનું પોતાનું જુદુ જુદુ મહત્ત્વ હોય છે અને માન્યતા હોય છે. તેવું જ એક મંદિર જૂનાગઢમાં પણ આવેલું છે. જૂનાગઢમાં આવેલું હીરાગીરી માતાજીનું ઐતિહાસિક શક્તિ સ્થળ જે ફકત નવરાત્રીના દિવસો પૂરતું જ ખુલ્લું મૂકવામાં આવે છે તો અહીં પોતાની આસ્થા સાથે અને અતૂટ શ્રદ્ધા સાથે માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે.