ભરૂચના જંબુસર તાલુકાના મગણાદ ગામેથી સાત ફૂટ લાંબો અજગર ઝડપાયો છે. જેમાં પ્રાથમિક શાળા પાસે કિરીટભાઈ ડાહ્યાભાઈ પટેલના ઘરે બાથરૂમમાં અજગર દેખાઈ આવતા ઝડપી <br /> <br />પાડવામાં આવ્યો છે. તેમાં આમોદનાં નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટનાં અંકિત પરમારને જાણ થતાં સ્થળ પર દોડી આવ્યા હતા. જેમાં તપાસ કરતાં ઇન્ડિયન રોક પાઇથન (અજગર) <br /> <br />લગભગ સાત ફુટ લાંબોને રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગ સોપવામાં આવ્યો છે.