રાજ્યના ખેડુતોમાં ઉન્નત ખેતી અને માટીની ઉપજ શક્તિ વિશે જાગૃતતા ફેલાવવા માટે MSUના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અનોખા ગરબાની રચના કરવામાં આવી છે.જે વિશે પૂર્વ વિદ્યાર્થી ઓમકાર પેઠકરે કહ્યું હતું કે, વર્ટીવર સંસ્થા દ્વારા લૉ-કાર્બન-એગ્રીકલ્ચર પ્રોજેક્ટ અને એવા અન્ય પાંચ ભાગીદારો સાથે મળીને 50 હજાર ખેડુતોને પ્રાકૃતિક ખેતીની પદ્વતિઓ તરફ વાળવા નવતર અભિગમના ભાગરુપે પ્રોજેક્ટ ઉન્નત ખેતી શરુ કરવામાં આવી છે.