અમદાવાદ શહેરમાં એકલા રહેતા સિનિયર સિટિઝનની સુરક્ષા સામે સવાલ ઉભો કરતો બનાવ સામે આવ્યો છે. મેઘાણીનગરમાં વૃદ્ધાની હત્યાનો ચકચાર બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. <br /> <br />મળતી માહિતી પ્રમાણે મેઘાણીનગર વિસ્તારમાં લીલાબા જાડેજા નામના વૃદ્ધ મહિલાને ઘરઘાટીએ જ મોતને ઘાટ ઉતારી દીધા. લીલાબાની સારસંભાળ રાખતા મહિલાએ જ તેમને સળગાવી દીધા. ઘરના સ્ટોર રૂમમાં લીલાબાને પાડી દઇને જ્વલનશીલ પદાર્થ નાંખી સળગાવી દીધા.