જનમત સંગ્રહ દ્વારા યુક્રેનના ચાર પ્રદેશોનું રશિયા સાથે વિલીનીકરણ કર્યા બાદ પુતિને પણ તેને કાયદેસરની માન્યતા અપાવવાનું શરૂ કર્યું છે. સોમવારે રશિયન સંસદના નીચલા ગૃહમાં વિલીનીકરણ સંબંધિત સંધિઓને બહાલી આપ્યા બાદ ઉપલા ગૃહે પણ આ સંધિઓને મંજૂરી આપી દીધી છે.