Surprise Me!

સુરત: 14 વર્ષની કિશોરી પર ટપોરીનો હુમલો, ગાલ ચીરી નાંખ્યો

2022-10-06 877 Dailymotion

સુરત શહેરમાં ફરી એકવાર ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ જેવો કિસ્સો બનતા-બનતા રહી ગયો છે. પાંડેસરામાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ કિશોરીના ચહેરા પર ચપ્પુના ઘા ઝીંકી હુમલો કર્યો હતો. જો કે કિશોરીએ મોઢું ફેરવી લેતા ગળ‌ુ કપાતા બચી ગયું હતું. કિશોરીનો ગાલ ચિરાઇ ગયો છે. કિશોરીને સિવિલમાં લઈ જતા તેને ઈજાગ્રસ્ત ભાગ પર 17 ટાંકા આવ્યા છે. <br /> <br />આરોપી મહરાષ્ટ્ર ભાગી ગયો છે. જો કે, પોલીસ આરોપીના ભાઈને પકડી લાવી તેની પૂછપરછ હાથ ધરી હતી. આરોપી યુવક કિશોરીને સંબંધ રાખવા દબાણ કરતો હતો. પોલીસ હાલ આરોપીને શોધી રહી છે. કિશોરીના માતા-પિતાએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી બનાવની જાણ કરતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

Buy Now on CodeCanyon